AMRELI:જિલ્લામાં નેટ હાઉસ ક્યારે બનાવવામાં આવશે? મંજુર થયેલ નેટ હાઉસ મુદ્દે વીરજી ઠુંમર દ્વારા શું કરાઇ રજૂઆત.

AMRELI:જિલ્લામાં નેટ હાઉસ ક્યારે બનાવવામાં આવશે? મંજુર થયેલ નેટ હાઉસ મુદ્દે વીરજી ઠુંમર દ્વારા શું કરાઇ રજૂઆત.

Share with:

AMRELI:જિલ્લામાં નેટ હાઉસ ક્યારે બનાવવામાં આવશે? મંજુર થયેલ નેટ હાઉસ મુદ્દે વીરજી ઠુંમર દ્વારા શું કરાઇ રજૂઆત.

અમરેલી, ૨૫/૧૧/૨૧
ANOન્યુઝ

કોન્ટ્રાક્ટ નહિ આપવાના કારણે બનાવવામાં આવેલ નથી
રાજુલાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના મેસેજ નહિ મળતા હાલાકી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલ ને પત્ર પાઠવી રજુઆત કરી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લામાં કૃષિ ક્ષેત્રે પડતી હાલાકી બાબતે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલનું ધ્યાન દોરી પત્ર પાઠવી નિરાકરણ કરવા રજુઆત કરેલ છે 

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલ ને જિલ્લામાં નેટ હાઉસ બાબતે તેમજ રાજુલા તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના મેસેજ નહિ મળતા બાબતે રજુઆત કરી પ્રશ્ન નો નિવારણ કરવા રજુઆત કરેલ છે
રાજ્યના કૃષિમંત્રી ને પત્રમાં જણાવ્યું છે કે જિલ્લા મથકે બે વરસ થી નેટ હાઉસ મંજુર કરવામાં આવ્યું છે પણ યોગ્ય કોન્ટ્રાક્ટ નહિ આપવાના કારણે નેટ હાઉસ બનાવી નથી શક્યા ત્યારે ત્વરિત નેત હાઉસ બનાવવા આવે તે જરૂરી છે
તેમજ જિલ્લાના રાજુલા તાલુકામાં ખેડુતમાંથી મોટા પ્રમાણમાં ફરિયાદ ઉઠવામાં પામી છે ટેકાના ભાવે મગફળી આપવામાં માંગતા ખેડૂતોને મેસેજ મળતા નથી જેથી ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાય ગયા છે ત્યારે આ બાબતે યોગ્ય તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી હતી

AMRELI:જિલ્લામાં નેટ હાઉસ ક્યારે બનાવવામાં આવશે? મંજુર થયેલ નેટ હાઉસ મુદ્દે વીરજી ઠુંમર દ્વારા શું કરાઇ રજૂઆત.

Share with:

News