SAVARKUNDLA:સિંહ સાથે વાહન અથડાવી મોત નીપજાવી ફરાર વાહન ચાલકને વનવિભાગે અંતે કચ્છથી ઝડપી લીધો/RFO કપિલ ભાટિયાની ટીમને સફળતા.

SAVARKUNDLA:સિંહ સાથે વાહન અથડાવી મોત નીપજાવી ફરાર વાહન ચાલકને વનવિભાગે અંતે કચ્છથી ઝડપી લીધો/RFO કપિલ ભાટિયાની ટીમને સફળતા.

Share with:


SAVARKUNDLA:સિંહ સાથે વાહન અથડાવી મોત નીપજાવી ફરાર વાહન ચાલકને વનવિભાગે અંતે કચ્છથી ઝડપી લીધો/RFO કપિલ ભાટિયાની ટીમને સફળતા.

અમરેલી,૨૬/૧૧/૨૧
ANO ન્યુઝ

તા. 22-11-21 ના રોજ વહેલી સવારે મળેલ માહિતી મુજબ અમરેલી જિલ્લા ના સાવરકુંડલા મહુવા હાઇવે પર નવા ગોરડકા બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક ઈસમ દ્વારા સિંહ નર નું રોડ અકસ્માત મા મૃત્યુ નિપજાવી વાહન સાથે ફરાર થઈ ગયેલ…

આ બાબતે શ્રી કપિલ ભાટીયા, RFO સાવરકુંડલા, ગીર પૂર્વ વન વિભાગ અને તેમની ટીમ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ હતી…

SAVARKUNDLA:સિંહ સાથે વાહન અથડાવી મોત નીપજાવી ફરાર વાહન ચાલકને વનવિભાગે અંતે કચ્છથી ઝડપી લીધો/RFO કપિલ ભાટિયાની ટીમને સફળતા.

જે અંતર્ગત હાઇવે વિસ્તાર ના સીસીટીવી કેમેરાની તપાસ, અમરેલી પોલીસ કમાંડ કન્ટ્રોલ અને કચ્છ પૂર્વ વન વિભાગ ના સહકાર થી જાણવા મળેલ કે આ હિટ એન્ડ રન અકસ્માત હેવી વ્હિકલ ટ્રક નંબર GJ12BW4651 દ્વારા ડ્રાઈવર રોશન સિંગ (ઉમર – 30 વર્ષ, રહેવાસી – જગપુરા રાજસ્થાન) થી થયેલ હતું. જે અનુસંધાને ગઇકાલે તા. 25-11-21 ના આ ઈસમ ની વાહન સાથે અટક કરી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે…

સુભાષ સોલંકી – અમરેલી

Share with:


News