KUNDLA:એકના એક બાયપાસ રોડનું અનેકમીવાર મું ખાતમુહર્ત થશે આવતીકાલે/અધ્ધરતાલ રોડના ખાત મુહૂર્ત પ્રસંગે ભાવભર્યું આમંત્રણ.
અમરેલી, ૧૫/૫/૨૨
ANO ન્યુઝ
વર્ષોથી અધ્ધરતાલ રહેલો સાવરકુંડલા બાયપાસ નું કામ અટકી પડ્યું છે, ક્યારેક કોન્ટ્રાક્ટર ના વાંકે તો ક્યારેક રેલવે ફાટકના બહાને વર્ષોથી બંધ રહેલા સા.કુંડલા, અમરેલી,ગારીયાધાર જવા માટે બાયપાસ રોડનું ખાત મુહૂર્ત અગાઉ ઘણી વાર થઈ ચૂક્યું છે. તેમ છતાં આ બાયપાસ રોડ આટલા લાંબા વર્ષો બાદ પણ શરૂ થઈ શકયો નથી.

હવે એવી જાહેરાત કરાઈ છે કે આવતીકાલે 16/5/22 ના રોજ સવેરે 9 કલાકે ભુવા રોડ ખાતે ખાત મુહૂર્ત કરવામાં આવશે.
ઠીક છે કે જિલ્લા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ના ઘણા પ્રયાસો થી ફાટક ના વાંકે આ આયપાસ અધ્ધરતાલ હતો, સાંસદ ની અનેક રજૂઆતો બાદ ફાટકની પ્રશ્ન હલ થતાં કાલે તેનું ખાત મુહુર્ત કરશે. પણ… ખાત મુહુર્ત અગાઉ પણ ઘણી વાર થઈ ચૂક્યા છે ત્યારે આવતીકાલે થનાર ખાત મુહુર્ત બાદ બાયપાસ શરૂ ક્યારે થશે તે હજુ કોઈ ચોક્કસ નથી.

કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા બાયપાસ શરૂ કરાવવા અનેક પ્રયાસો કરાયા પણ કોઈ કારણોસર કામગીરી અટકી જતી હતી,
હવે સા.કુંડલા શહેર અને તાલુકા ની જનતા ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે કે ખાત મુહૂર્ત બાદ આ પેચીદો પ્રશ્ન ચોક્કસ રીતે હલ ક્યારે થશે તે આવતીકાલ પછીના દિવસોમાં જોવાનું રહ્યું.
બનવા સંજોગે જો બાયપાસ તુરંત શરૂ થઈ ગયો તો ખાત મુહુર્ત કરનાર આગેવાનો ને જશ મળશે. અને જો ખાત મુહૂર્ત બાદ બાયપાસ શરૂ થવામાં થોડો પણ વિલંબ થશે તો શાસિત આગેવાનો રીતસરના ટ્રોલ થશે અને વિપક્ષ જશ લઈ જશે તે ચોક્કસ છે. આમ પણ વિધાનસભા ની ચુંટણી પછી નજીક જ છે.
