સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે વણઉકેલાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો, ૫ શખ્સો પોલીસના સકંજામા.

Share with:


સાવરકુંડલા, તા.૨૩ જુન.

સાવરકુંડલા રૂરલ પોલીસે ટીમે વણશોધાયેલ ગુનાનો ભેદ ઊકેલી ૫ શખ્સોને ઝડપી લીધા.

મિતીયાળા નજીક થોડા દિવસો પૂવેૅ વાડીમાંથી મશીનની ઉઠાંતરી કરનાર આરોપીઓને પકડી મુદ્દામાલ કબ્જે કયોૅ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા મિલ્‍કત સબંધી વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા ખાસ સુચના આપેલ હોય, ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી આર.આર.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસના PSI આર.યુ.ધામા સાહેબ, તેમજ PSI એ.પી.ડોડીયા સાહેબ ના પ્રયાસથી ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
મિતિયાળાના નિવૃત આર.એફ.ઓ. ફરિયાદી ઉમરભાઈ નુરાભાઈ લલીયા ઉ.વ.63 રહે. સાવરકુંડલા વાળા નું કુવા માંથી પાણી ખેંચવાનું ઓઇલ એન્જિન મશીન કીં.રૂ.૭૦૦૦/- નું મિતિયાળા ગામની સીમમાં કૃષ્ણગઢ તળાવ ના કાંઠે રાખેલ હોઈ જે મશીન ગઈ તા. ૨૭/૦૫/૨૦૧૯ થી તા. ૧૭/૦૬/૨૦૧૯ દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ ગયેલ હોઈ જે બાબતે સાવરકુંડલા રૂરલ પોસ્ટે. ફર્સ્ટ ગુ.રા.નં. ૫૨/૨૦૧૯ IPC કલમ- ૩૭૯ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય. જે કામે તપાસ દરમ્યાન આરોપી (૧) અકબર રજાકભાઈ બેલીમ ઉ.વ.૨૦, તથા (૨) સમીર હનીફભાઈ સવંટ ઉ.વ. ૨૦ રહે. બંને મિતિયાળા, તા.સાવરકુંડલા, તથા (૩) મુસ્તાક સાબીરભાઈ પઠાણ ઉ.વ. ૪૧, તથા (૪) સબીરશા દાદાશા બારેવલ ઉ.વ. ૪૨, તથા જયસુખભાઈ હકુભાઈ કાવઠીયા ઉ.વ. ૨૯ રહે. બધા બાબરા, જી. અમરેલી વાળા ઓને તા. ૨૨/૦૬/૨૦૧૯ ના રોજ ગુન્હાના કામે અટક કરેલ હોઈ અને આ કામના આરોપી નં. ૧,૨ ના એ મશીન ની ચોરી કરી નં. ૩ નાએ ભંગાર માં વેચવાનું નક્કી કરી આપી આરોપી નં. ૪ પોતાની ભાર રીક્ષા લઇ સાથે આરોપી નં. ૫ ના આવી બંને મિતિયાળા ગામે આવી આરોપી નં. ૧,૨ નાએ મશીન ભંગાર માં વેચી દઈ આરોપી નં. ૪,૫ ના મશીન રીક્ષા માં ભરી બાબરા લઈ જઇ બાદ લાઠી ગામે ભંગારના ડેલે વેચી દીધેલ હોય, જેથી આ કામે તપાસ કરી લાઠી મુકામેથી ભંગાર ના ડેલા વાળા પાસેથી ઓઇલ એન્જીન મશીન પોલીસ સ્ટેશન મંગાવી કબ્જે કરેલ છે. અને ચોરી માં ગયેલ મુદ્દામાલ રિકવર કરેલ છે.

ઉપરોક્કત કામગીરીમાં સાવરકુંડલા રૂરલ પોલીસના PSI આર.યુ.ધામા સાહેબ, તેમજ PSI એ.પી.ડોડીયા સાહેબ ની સૂચના અને માર્ગદર્શનથી ગુનાની તપાસ કરનાર હે.કો.વી.એલ.રાઠોડ તથા સુરેન્દ્રસિંહ સરવૈયા તથા હિરેનભાઈ વેગડા, રામદેવસિંહ સરવૈયા તથા પો.સ્ટાફે કામગીરી કરેલ છે.

Share with:


Uncategorized