ભુરખીયા મંદિરના પૂજારી સ્વ.બાબુદાદાના પુત્ર જગદીશભાઈ નિમાવત પોલીસકર્મી એ.એસ.આઈ.નુ માગૅ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું.
અમરેલી,૨૭ ડિસે.૧૯
ANO ન્યુજ

પ્રાપ્ત માહિતી મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ જગદીશભાઈ નિમાવત તા.૨૬-૧૨-૧૯ ના રોજ સરકારી કામકાજે જઈ રહ્યા હતા ત્યારે બાબાપુર જાળીયા વચ્ચે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પોલીસ કર્મી જગદીશભાઈ નિમાવત ને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.જયારે સામેથી રોંગ સાઈડમાં આવેલ બાઈક નંબર જીજે ૧૪ ૧૫૭૬ ના ચાલક મહેન્દ્ર કવા નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલમાં ખસેડાયા હતા.અકસમાતની ઘટના સવારે ૯-૦૦કલાકની આસપાસ બનવા પામેલ હતી અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટ્યા હતા.ભુરખીયા નિમાવત પરિવારમાં સમાચાર મળતાં જ અરેરાટી વ્યાપી ગઇ હતી.જગદીશભાઈના નાના ભાઈ મુકેશભાઈ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ.તરીકે ફરજ બજાવે છે.
સૌ.સીટીવોચ
