અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા અને દવાનું નિઃશુલ્ક વિતરણ શરૂ.

Share with:


અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા અને દવાનું નિઃશુલ્ક વિતરણ શરૂ.

અમરેલી, 13/3/20
ANO ન્યુજ

૧૯ માર્ચ સુધી જિલ્લાની તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાનામાં મળી શકશે.

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ દિવસ સુધી સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે પ્રજા સુધી પ્રતિરોધક ઉકાળા અને દવાઓ પહોંચે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જાહેર જનતાએ વધુ માહિતી માટે આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. વિવેક ગોસ્વામીનો ૯૮૯૮૨૫૫૪૮૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

Share with:


Uncategorized