સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાવરકુંડલા માકેૅટયાડૅ ખાતે આવતીકાલે પ્રાથૅના સભા/શ્રદ્ધાંજલી અપૅણ કરાશે.
સાવરકુંડલા, ૩૦ જુલાઈ ૧૯.
પટેલ સમાજના છોટે સરદારનુ બિરૂદ મેળવનાર રાજ્યકક્ષાના પૂવૅ મંત્રી અને પોરબંદરના પૂવૅ સાંસદ,શિક્ષણ અને ખેડુતોના હિત માટે ગમે તેવા ભડવીર સામે બાથ ભીડનાર અને ગરીબોના તારણહાર એવા નેતા વિઠ્ઠલભાઈ એચ.રાદડીયાનુ ૬૧ વષૅની વયે અવસાન થતા સમગ્ર સમાજને આ નેતાની ખોટ વતાૅશે.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલી અપૅણ તેમજ પ્રાથૅના સભા આવતીકાલે 31/7/19 ના રોજ સવારે 10 કલાકે સાવરકુંડલા માકેૅટયાડૅ ખાતે રાખવામા આવેલ છે. માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મનજીભાઈ તળાયીયા, ભાજપ અગ્રણી જીવનલાલ વેકરીયા, ભાજપ અગ્રણી મહેશભાઈ સુદાણી, શરદભાઈ પંડ્યા, કિશોરભાઈ બુહા, પોપટભાઈ તળાવીયા, રમણીકભાઈ રાદડીયાએ યાદીમા જણાવેલ.
##########################################
ADVERTISEMENT



